લોટસ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ ટ્રસ્ટ

સંચાલિત - અખંડ આનંદ આયુર્વેદિક ઔષધ નિર્માણ

સંસ્થાનો પરિચય

સ્થાપના વર્ષ
૧૯૨૦
આયુર્વેદિક દવાઓના પ્રકાર
૧૪૦+ પ્રકાર
મુખ્ય ઉદ્દેશ્ય
આયુર્વેદિક સેવા

ટ્રસ્ટી મંડળ

શ્રી અમિતભાઈ શાહ

પ્રમુખ

શ્રી પરેશભાઈ એ. અમીન

ટ્રસ્ટી

શ્રી પ્રશાંતભાઈ એ. અમીન

ટ્રસ્ટી

શ્રી હર્ષદભાઈ જે. શાહ

ટ્રસ્ટી

શ્રી સુનિતભાઈ એસ. શાહ

ટ્રસ્ટી

શ્રી અનુપભાઈ પી. દેસાઈ

ટ્રસ્ટી

ટાઇમલાઇન

  1. સોંધી વાંચન સામગ્રી પછી સસ્તાભાવે ઔષધો

    ગુજરાતને સાત્વિક એટલીજ સોંધી વાંચન સામગ્રીથી ન્યાલ કરી દેનાર ભિક્ષુ અખંડ આનંદજીનું હ્રદય અનેક લોકહિતૈષી કામો અને લાગણીઓથી ઉભરાતું હતું અને એમને હરડે ટીકડી તેમજ ખાખરાના અર્ક જેવા સાદા એટલાજ સત્વશીલ ઔષધો સસ્તાભાવે સર્વજન સુલભ કર્યા હતા.

  2. અર્થશાસ્ત્રી શ્રી મનુ સુબેદાર દ્વારા લોટસ આયુર્વેદ રીર્સચ એન્ડ હોસ્પિટલ ટ્રસ્ટની સ્થાપના

    ભિક્ષુજીની પરંપરા આગળ ચલાવવા સારૂ જાણીતા અર્થશાસ્ત્રી શ્રી મનુ સુબેદારે લોટસ આયુર્વેદ રીર્સચ એન્ડ હોસ્પિટલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને ટ્રસ્ટના નેજા હેઠળ અખંડ આનંદ આયુર્વેદિક ઔષધ નિર્માણની પ્રવૃતિ હાથ ધરવામાં આવી.

  3. ટ્રસ્ટના અધ્યક્ષ - શ્રી આનંદભાઈ અમીનનું નેતૃત્વ

    શ્રી મનુ સુબેદાર સાથે ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે જોડાયા શ્રી એચ.એમ.પટેલ. શ્રી એચ.એમ.પટેલ ના અવસાન બાદ શ્રી આનંદભાઈ અમીને નેતૃત્વ પુરુ પાડયું. શ્રી આનંદભાઈ અમીને સને- ૨૦૨૦ સુધી ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી.

  4. 2020 → અત્યારે નવું ટ્રસ્ટી મંડળ

    • હાલમાં શ્રી અમિતભાઈ શાહ, શ્રી પરેશભાઈ એ. અમીન, શ્રી પ્રશાંતભાઈ એ. અમીન, શ્રી હર્ષદભાઈ જે. શાહ, શ્રી સુનિતભાઈ એસ. શાહ અને શ્રી અનુપભાઈ પી. દેસાઈ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે.

    • અને અત્યારસુધીની ટ્રસ્ટની પ્રણાલી અને કાર્યપધ્ધતિ પ્રમાણે જેમાં શુધ્ધ અને શાસ્ત્રોકત રીતે સર્વજન ઉપયોગી ઔષધીઓ તૈયાર કરવાની ભાવના મુખ્ય છે.

  5. આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન અને ગુણવત્તાનું ધ્યાન

    • અને સમાજ પ્રત્યેની નિષ્ઠાપૂર્વક છેલ્લા ચાર દાયકાથી ચાલતી આ કામગીરીથી સંસ્થા દ્રારા તે ભાવનાને અનુરૂપ શુધ્ધ અને શાસ્ત્રોકત પધ્ધતિએ ચૂર્ણ, ટીકડી, ગુટીકા-વટી(ખરલીય રસાયન), ટીકડી(ખરલીય રસાયન), ગુગળ, અવલેહ, કવાથ, તૈલ વગેરે જુદી જુદી ૧૪૦ પ્રકારની આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરે છે.

    • દરેક ઔષધીઓનું ઉત્પાદન ઉચ્ચ પ્રકારની ગુણવત્તાથી થાય તેનું ધ્યાન રાખે છે.

    • જેને કારણે આયુર્વેદિક ફાર્મસીઓમાં સંસ્થાને ગૌરવભર્યુ સ્થાન મળ્યું છે

હૃદય રોગ સારવાર

પ્રાકૃતિક આયુર્વેદિક પદ્ધતિથી હૃદય રોગોની સારવાર

વનસ્પતિ ઔષધ

શુદ્ધ વનસ્પતિ આધારિત દવાઓનું ઉત્પાદન અને વિતરણ

સંશોધન પ્રકાશન

આયુર્વેદિક સંશોધન અને પુસ્તક પ્રકાશન

"આયુર્વેદ એ માત્ર દવા નથી, તે એક જીવનશૈલી છે જે સ્વાસ્થ્ય અને સુખનો માર્ગ બતાવે છે"
— લોટસ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ ટ્રસ્ટ