ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ અમદાવાદ

સંસ્થાનો પરિચય

સ્થાપના વર્ષ
૧૯૪૭
પ્રકાશિત પુસ્તકો
૧૧૬+ પુસ્તકો
મુખ્ય ઉદ્દેશ્ય
આધ્યાત્મિક વિકાસ

ટ્રસ્ટી મંડળ

શ્રી અમિતભાઈ શાહ

પ્રમુખ

શ્રી પરેશભાઈ એ. અમીન

ટ્રસ્ટી

શ્રી પ્રશાંતભાઈ એ. અમીન

ટ્રસ્ટી

શ્રી હર્ષદભાઈ જે. શાહ

ટ્રસ્ટી

શ્રી પ્રવીણભાઈ લહેરી

ટ્રસ્ટી

ટાઇમલાઇન

  1. નવેમ્બર ૧૯૪૭ : અખંડ આનંદ માસિકનું આરંભ

    અખંડ આનંદ માસિકનું પ્રકાશન સને-૧૯૪૭ ના નવેમ્બર માસમાં શરૂ કરવામાં આવ્યું. શરૂઆતથી જ જનતાનો સારો આવકાર મળ્યો, શ્રેષ્ઠ વાંચન સસ્તી કિંમતે આપવાનું મુખ્ય ધ્યેય.

  2. લોકપ્રિયતા અને વિસ્તરણ

    અખંડ આનંદ માસિક ખુબજ લોકપ્રિય બન્યું. દરેક ગુજરાતી કુટુંબમાં વંચાતું અને વિદેશના ગુજરાતીઓ માટે પણ “સાંકળ” બન્યું.

    • ધર્મ, તત્વજ્ઞાન, વાર્તાઓ, કટાક્ષના લેખો, જ્ઞાનગોષ્ઠિ વગેરે વિભાગો લોકપ્રિય.
    • ગુજરાતના પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ લેખકોની કૃતિઓ, ઉચ્ચ ધોરણ જાળવ્યું.
    • સમાજસેવકો, તત્વચિંતકો અને શુભેચ્છકોનો સહયોગ મળ્યો.
  3. જૂન ૧૯૯૦ - ફેબ્રુઆરી ૧૯૯૧

    અમુક અસાધારણ સંજોગોમાં અખંડ આનંદ માસિકનું પ્રકાશન ૮ મહિના માટે બંધ કરવું પડ્યું.

  4. માર્ચ ૧૯૯૧ : ટ્રસ્ટ રચના અને પુનઃપ્રકાશન

    શ્રી એચ.એમ. પટેલની અધ્યક્ષતા હેઠળ “ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ” ની રચના, અને ટ્રસ્ટ દ્વારા અખંડ આનંદ માસિકનું પુનઃપ્રકાશન શરૂ.

  5. ૧૯૯૩ અને પછી

    શ્રી એચ.એમ. પટેલના અવસાન બાદ શ્રી આનંદભાઈ અમીનની અધ્યક્ષતા હેઠળ માસિકનું નિયમિત પ્રકાશન ચાલુ.

  6. 2020 → અત્યારે નવું ટ્રસ્ટી મંડળ

    હાલમાં શ્રી અમિતભાઈ શાહ, શ્રી પરેશભાઈ એ. અમીન, શ્રી પ્રશાંતભાઈ એ. અમીન, શ્રી હર્ષદભાઈ જે. શાહ અને શ્રી પ્રવીણભાઈ લહેરી ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે.

  7. વર્તમાન

    અખંડ આનંદ ટ્રસ્ટ દ્વારા માસિકનું સફળ અને સતત સંચાલન, ૩૧માં વર્ષમાં પ્રવેશ. ગુણવત્તા જાળવી ને લોકપ્રિય માસિક.

"સાહિત્ય એ સમાજનું અર્ધંગ છે અને ગુજરાતી સાહિત્ય આપણી સંસ્કૃતિનું ગૌરવ છે"
— ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ અમદાવાદ